Posts

Showing posts from January, 2024

New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય

Image
 📜 Daily Prasang 📜 ભગવાન શ્રીરામનું ચિંતન કરે, તે શ્રીરામ જેવો થાય.      એકનાથ મહારાજે ભાવ-રામાયણમાં લખ્યું છે કે 'રામ-રાવણનુ યુદ્ધ થતું હતું, ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. મદદ માટે જયારે રાવણે તેને જગાડ્યો, ત્યારે તેણે પૂછ્યું કે મને કેમ જગાડ્યો ?'      રાવણ કહે છે, 'સીતા માટે યુદ્ધ થાય છે, એટલે તારી મદદ મળે એ માટે તને જગાડ્યો છે.'\      કુંભકર્ણ કહે છે કે 'તું સીતાજીને કેમ લઇ આવ્યો ?'      રાવણ કહે છે કે 'તે બહુ સુંદર છે, તેથી લઇ આવ્યો છું.      કુંભકર્ણ કહે છે, 'તારી ઈચ્છા પૂરી થઇ ?'      રાવણ કહે છે, 'તે પતિવ્રતા છે, મારી સામે નજર ઉંચી કરીને જોતી પણ નથી.'      કુંભકર્ણ કહે છે, 'તું માયાવી રામનું રૂપ ધરી તેમની પાસે જા, તે છેતરાઈ જશે અને તને વશ થશે.'       રાવણ કહે છે, 'મેં તે પ્રયત્ન કર્યો હતો, પણ રામમાં કાંઇ જાદુ હોય તેમ લાગે છે, હું રામનું સ્વ-રૂપ ધરવા જ્યાં તેમના સ્વરૂપનુ ચિંતન કરું છું, ત્યારે મારું મન બદલાઈ જાય છે. મારાં મન-બુદ્ધિ શુદ્ધ થાય છે. સીતા મને મા...

સંવેદનશીલ શાંતિલાલ

Image
 સંવેદનશીલ શાંતિલાલ મોટે ભાગે બાલ્યાવસ્થા પરોપજીવી હોય છે. તેથી તે બીજાને માટે ભાર- રૂપ થઈ રહે, પરંતુ શાંતિલાલ અહીં પણ સૌ બાળકોથી અલગ તરી આવતા. કદીયે કોઈને બોજારૂપ ન થવાનો જ વિચાર અને તે અનુસાર જ વર્તણૂક રાખતા. અને હા, શાંતિલાલની સંવેદનાનું આ વર્તુળ કેવળ મનુષ્ય પૂરતું જ સીમિત નહોતું. મૂંગા-અબોલ પશુઓ પ્રત્યે પણ તેઓને આવી જ સહાનુભૂતિ રહેતી. શાંતિલાલ રવિવાર કે રજાના દિવસોમાં પશુધન ચરાવવા વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા ગોચરમાં જતા. પશુમાં ઘેર બે ભેંસો અને એક જોડ બળદ હતા. તેને ચરાવવા અગિયારેક વાગ્યે જમી-પરવારી સૌ મિત્રો સાથે તેઓ નીકળે. અડધો કલાકે ત્યાં પહોંચી જવાય. અહીં ગાયો-ભેંસો ચરે. તે વખતે કેટલાક બાળકો ગાય-ભેંસ પર બેસીને સવારીનો આનંદ લૂંટે. બપોરે આ પશુઓ નદીમાં પણ પડે. ત્યારે કેટલાક છોકરા તેની પર બેસીને સહેલ પણ કરે, પરંતુ શાંતિલાલ કોઈ દિવસ આ ચાળે ચડ્યા નહોતા. નદીમાં પાણી બહુ આવી ગયું હોય તોય મોટે ભાગે પૂછડું પકડીને જ સામે કિનારે જાય. પશુ પર બેસે તો ભાગ્યે જ. ગાય-ભેંસ પર બેસીને તેને ભારે મારવાના વિચારમાત્રથી તેઓ દ્રવી अठता. 'आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति...' अनुसार ४१-प्र...

અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી)

Image
 📜 Daily Prasang 📜 અનાદિ મહામુક્ત જાગાભક્ત (જાગાસ્વામી) તો આજે જોઈએ એમનો જ એક મહિમા જણાવતો પ્રસંગ........... મુક્તરાજ જાગા ભક્ત એ રાઠોડ મોચી કુળ ના હતા અને અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ના પટ્ટ શિષ્યો માં થી એક હતા. સતત ૧૪-૧૪ વર્ષ સુધી સ્વામી ને એમણે સેવ્યા હતા અને ગુણાતીત જ્ઞાન ના ઘૂંટ પી ને એક સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી હતી. મન માં એક જ એષણા હતી- ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળ અક્ષર અને સહજાનંદ સ્વામી એટલે પૂર્ણ પુરુષોત્તમ. અને આ જ્ઞાન ના પ્રવર્તન માટે એમણે જીવન હોમી દીધું. આચાર્ય વિહારીલાલજી મહારાજ એક વિધવાન આચાર્ય હતા અને ગુણાતીતાનંદ સ્વામી ના હસ્તે વર્તમાન ધારણ કર્યા હતા અને એમણે પણ ભાવ હતો કે - ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષર છે પણ – કોઠારી ગોવર્ધનભાઈ અને કોઠારી ભીમજી ભગવાન (ગઢડા) ના પ્રભાવ થી - આ સત્ય ને સમર્થન કરતા ડરતા હતા. એક વાર કોઈએ કહ્યું કે - આચાર્ય વિહારીલાલજી મહારાજ ને કોઈ સંતાન નથી અને સંતાન માટે ખુબ જ દવા-દારુ કરી રહ્યા છે આથી સ્વામી જાગા ભક્તે કોઈ ભક્ત સાથે આચાર્ય મહારાજ ને સંદેશો મોકલાવ્યો કે -જો- આચાર્ય વિહારીલાલજી મહારાજ - પોતાના હાથે અક્ષર પુરુષોત્તમ ની...

શાંત અને સુલેહકારી

Image
 શાંત અને સુલેહકારી “શેરીએ રમતાં અથડાતાં, છોરાં રાખે દાવા રે; સબળ થઈ કોઈ લીએ ચૂંટિયો…” આ છે બાલ્યાવસ્થાનું શબ્દચિત્ર. કજિયા-કંકાસ કે લડાઈ-ઝઘડા વિનાનું બાળપણ કોનું વીત્યું હશે? પરંતુ અવસ્થાના આ આવેગોથી પણ શાંતિલાલ અભડાયા નહોતા. “મને પહેલેથી કોઈની સાથે ઝઘડો થાય એ ગમે નહીં ને કોઈ ઝઘડો કરતું હોય તે જોવુંય ગમે નહીં. મનમાં દુઃખ થાય કે આ ઝઘડે છે શું કરવા? ઝઘડાનો પ્રસંગ થયો હોય તોયે ઝઘડીએ નહીં. સહન કરી લેવાનું. કોઈની જોડે ઝઘડો ન થાય તે પહેલું જોવાનું. નાનપણથી જ કોઈ લડતા-ઝઘડતા હોય તો ત્યાંથી જતો જ રહું. તકરારનો પહેલેથી જ સ્વભાવ નહીં. બીજા કોઈ ઝઘડે તેમાં મને બીક લાગતી. બીજાને ઝઘડતા જોઈ રડી પડીએ તેવું હતું.” તેઓને મુખેથી સરેલા આ શબ્દો પરથી શાંતિલાલનો શાંત-સુલેહકારી સ્વભાવ પરખાય છે. પોતાની આવી જીવનશૈલીથી તેઓને સૌ સાથે સારાવાટ. મોતીકાકાના પરિવારમાં શાંતિલાલ સાથે પુત્રોમાં ડાહ્યાભાઈ, નંદુભાઈ, પુરુષોત્તમભાઈ અને પુત્રીઓમાં કાશીબહેન, કમળાબહેન, ચંચળબહેન, સવિતાબહેન, ગંગાબહેન અને ડાહીબહેન હતાં.” આ સૌમાં સવિતાબહેનને શાંતિલાલ માટે અધિક પ્રેમ રહેતો. પ્રસંગોપાત્ત ઘરમાં વેવિશાળ નિમિત્તેની માટલીમાં મીઠાઈ આવ...

જાણો પ્રથમ વખત ગુજરાતથી કઈ રીતે રામ મંદિર માટે આંદોલન શરૂ થયું ?

Image
પ્રમુખસ્વામી મહારાજ સાથે રામ મંદિર અયોધ્યા અયોધ્યાના મધ્યમાં, જ્યાં પવિત્ર નદી સરયુ વહે છે, ત્યાં ભવ્ય રામમંદિર ઊભું છે, જે ભારતના સાંસ્કૃતિક અને ધાર્મિક ઈતિહાસના ઊંડા મૂળના પુરાવા છે. ભગવાન રામને સમર્પિત આ સ્મારક સંરચના માત્ર સ્થાપત્ય મહત્વ ધરાવે છે એટલું જ નહીં પરંતુ પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક નેતૃત્વ સાથે પણ જોડાયેલું છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ રામ મંદિરના મૂળ હિંદુ ધર્મની સમૃદ્ધ ટેપેસ્ટ્રીમાં પ્રવેશે છે, જેમાં અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ છે. મંદિરનું ઐતિહાસિક મહત્વ અજોડ છે, અને તેનું નિર્માણ અયોધ્યા વિવાદમાં કેન્દ્રબિંદુ બની ગયું હતું. આ વિવાદના નિરાકરણથી આજે રામ મંદિરની ભવ્યતાનો માર્ગ મોકળો થયો છે. અયોધ્યા વિવાદ અયોધ્યા વિવાદ, લાંબા સમયથી ચાલતી કાનૂની લડાઈ, તીવ્ર લાગણીઓ અને વિવિધ પરિપ્રેક્ષ્યો દ્વારા ચિહ્નિત કરવામાં આવી હતી. કોર્ટના ચુકાદાઓ અને વાટાઘાટો સહિતની મુખ્ય ઘટનાઓ આખરે એક ઠરાવ તરફ દોરી ગઈ જેણે રામ મંદિરના નિર્માણની મંજૂરી આપી. આ વિવાદનું નિરાકરણ ભારતના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક હતો, જેણે સાંપ્રદાયિક સૌહાર્દને પ્રોત્સાહન આપ્યું હતું. આર્કિટેક્ચરલ માર્વેલ રામ મંદિર...

ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે.

Image
 Amrut vachan ગુરુ (ક્ષેત્રજ્ઞ)ખેડૂત અને શિષ્ય (ક્ષેત્ર )ખેતર છે. ખેડૂત ખેતરને યોગ્ય બનાવીને તેમાં સારામાં સારું બીજ નાખે છે અને બીજ વાવતી વખતે એ આશા પણ રાખે છે કે સારું અનાજ ઉત્પન્ન થાય.  ગુરુરુપી ખેડૂત પણ શિષ્ય ના હ્રદયરુપી ખેતરમાં નામરુપી બીજ વાવતી વખતે આ ભાવના રાખે છે કે શિષ્યનું કલ્યાણ થાય,તેને પરમ શાંતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય, પણ ખેતરમાં વાવેલા બીજમાંથી ત્યાંરે જ અંકુર ફૂટે છે કે જ્યારે તે પોતે ગળીને નષ્ટ   થઈ જાય છે, તૂ કો ઈતના મિટા કિ તૂ તૂ ન રહે  તુજ મે દુઈ કી બૂ ન રહે શિષ્ય જ્યાં સુધી સૂક્ષ્મ અહંભાવને દૂર કરતો નથી ત્યાં સુધી તેમાં નામ રુપી બીજ અંકુરિત થતું નથી, પોતાની જાતનું પોતાપણું કાઢી નાખવાથી નામના પ્રેમનો અનુભવ થાય છે, આ વાણી નો વિષય નથી, આ તો ફક્ત અનુભવ મેળવવાનો અને પ્રેમનો માર્ગ છે, ગુરુકૃપા_હી_કેવલં_સરળ માર્ગ

ત્યાગે તપે પૂરા રે પ્રમુખસ્વામી મહારાજ

Image
 ત્યાગે તપે પૂરા રે શાંતિલાલની ઊડીને આંખે વળગે તેવી એક વિશેષતા એ રહેલી કે તેઓ મિતભાષી હતા, પણ મૂંગાં નહીં. સમય આવ્યે જે સાચું હોય તે મક્કમતાથી કહેતા અને તે પ્રમાણે જ કરતા. શાંતિલાલનાં શરૂઆતનાં વર્ષોમાં પિતાશ્રી મોતીભાઈ સાવલી તાલુકાના રાજનગર નામના ગામમાં કામકાજ માટે ગયેલા. શાંતિલાલ પણ સાથે જ હતા. અહીં તેઓ નવેક વર્ષ સુધી રહેલા. તે વખતે બાળમિત્રો સાથે વિવિધ બાળક્રીડાઓ કરતા. ગામની સીમમાં મહોરેલાં આંબા-આંબલીનાં ગોરસ- આંબલી, મરવા વગેરેની ઉજાણી પણ કરતા અને સૌને આનંદ પમાડતા. આ રાજનગરમાં ભાદરણ ગામના છોટાભાઈ નામે સદ્ગૃહસ્થ રહેતા હતા. શાંતિલાલના ઘરની ગલીમાં જ તેઓનું મોટું મકાન હતું. તેઓને નાનાં બાળકો પ્રત્યે અપાર પ્રેમ. જાતજાતની અને ભાતભાતની વસ્તુ-વાનગીઓ લાવીને બાળકોને રાજી કરતાં રહે. ફૂલદોલ વખતે સૌ માટે ખજૂર લાવે, ઉત્તરાયણ વખતે પતંગો અને દિવાળી વખતે ફટાકડા. પરંતુ આ સૌ બાળકોમાં શાંતિલાલ વિશે તેઓને અનહદ લાગણી. તેઓ માટે છોટાકાકા રમકડાં લઈ આવે. શાંતિલાલને એકડો ધુંટાવવા તેઓએ ખાસ શિક્ષક પણ રોકેલો. એક દિવસ આ છોટાકાકાએ સંકલ્પ કર્યો કે “આજે છોકરાંઓને સારી રસોઈ બનાવીને જમાડવા.” આ હેતુસર તેઓએ સૌ બાળકોન...

મહંત સ્વામી મહારાજ ના આર્શીવાદ (12/01/24)

Image
 આજ ના પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ના આર્શીવાદ (12/01/24) યોગી બાપાએ વાત કરી જે વચનામૃત છેલ્લાનું ૨૪  શ્રદ્ધા એટલે ઉમંગ અહિંસા એટલે શું? કોઈ ને વેણ ના મારો કોઈ નું મન ના દુભાય તેવું કરો બ્રહ્મચર્ય શું? હરિભક્તોને એક નારી સદા બ્રહ્મચારી ત્યાગી ને આઠ પ્રકારે સ્ત્રી નો ત્યાગ તમે ગૃહસ્થ પણ બ્રહ્મચારી કહેવાવ કેવી રીતે? મન  કર્મ વચને કોઈ જગ્યાએ લપેટમાં ના આવો તો તમે પરણીયા (લગ્ન) છો તો પણ બ્રહ્મચારી કહેવાવ. આત્મનિષ્ઠા શું? ખમી ખાવું કોઈ કઈક કે તો જોડું મારવાનું? ના સહન કરવું  આ ગણાવિયા અક્ષરધામમાં જવાના સાધન. અક્ષરધામમાં જવાના ૧૬ સાધનમાં શ્રેષ્ઠ ૭ મું સાધન સાધુ સમાગમ સાધુ ધર્મ નિયમ પળાવે કુસંગ થવા ના દે આ બે મુખ્ય છે. મન દઈને સમાગમ કરો તો કોઈ વાતની જરૂર ના પડે. સાધુના સમાગમમાં બધી વાત આવી જાય આપણે સમાગમમાં ઘણા કાચા, એટલે સમાગમ પાકે પાયે કરવો.

મંદિર તો આભમાં થાશે.

Image
 📜 Daily Prasang 📜 મંદિરના નિર્માણમાં જાણે-અજાણે સહયોગ આપનારને અંતકાળે તેડવા આવવા માટે ભગવાન સ્વામિનારાયણે વચન ઉચ્ચાર્યું હતું. તેમના આ વચનની પ્રતીતિ અનેક ભક્તોએ અનુભવી હતી. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ચરોતરના પીજ ગામે પણ આવી જ એક અનુભૂતિ થઈ હતી. પીજમાં સત્સંગીઓ મંદિર માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અહીં વસતા જેસાભાઈ પટેલ સ્વામિનારાયણીય સત્સંગના દ્વેષી હતા. આથી ગામમાં મંદિર ન થવા દેવાની તેમની નેમ હતી. ગામના અગ્રણી સત્સંગી જીજીભાઈ બારોટે જેસા પટેલને કહ્યું : 'આ મંદિર કરવા દો તો બહુ સારું.' જેસા પટેલે કટાક્ષમાં કહ્યું: 'મંદિર તો આભમાં થાશે.' નિષ્ઠાની ખુમારીથી બારોટે પ્રત્યુત્તર વાળ્યોઃ 'પટેલ! તો પછી જોજો, મંદિર તો આંહી બે માળનું થાશે ને ઉપલી બારીએ બેસીને હું તમને રામરામ કરીશ.' આમ કહી જીજીભાઈએ ઘરે જઈ વડોદરા ગોપાળાનંદ સ્વામીને પત્ર લખી વિગત જણાવી. ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત ગોપાળરાવભાઈને કહ્યું : 'પીજમાં પટેલ મંદિર થાવા દેતા નથી ને ત્યાં તમારું ઉપરીપણું છે. તે માટે તમે પત્ર લખી જેસા પટેલને સમજાવો.' ગોપાળરાવે જેસા પટેલને પત્ર લખી જણાવ્યું : ...

શ્રીહરિ પધાર્યા ગોંડલ

Image
 📜 Daily Prasang 📜 શ્રીહરિ એક વખત ગોંડલ પધાર્યા હતા, તે વખતના ગોંડલ રાજ્યના પ્રતાપી રાજા દેવાજીએ ધામધુમથી સામૈયું કર્યું, શ્રીસ્વામિનારાયણ ભગવાન અને સર્વે સંતો ભક્તોને રાજ્યના મહેલમાં ઉતારો આપવાનું નક્કી થયું હતું, તે માટે બધી તૈયારીઓ થઇ ગઈ હતી, રાજ દ્વારા ખુબ ધામધૂમથી શાહી સવારી સાથે શ્રીસ્વામિનારાયણ ભગવાન ગોંડલમાં પધારતા હતા, તે સમયે સવારીમાં વિરાજતા મહારાજને રત્નાભાઈએ પ્રાર્થના  કરી  કે ‘હે પ્રભુ, આપ તો ગરીબનવાઝ છો, માટે આજ મારે ઘરે જમવા પધારો અને મારું ગરીબનું ઘર પાવન  કરો’ શ્રીજીમહારાજે મંદ હાસ્ય કરીને વિનંતી સ્વીકારી ! મહારાજની સાથે હતા એ સૌ સંતો-ભક્તો રાજમહેલમાં ગયા અને મહારાજ રત્ના ભગતની પ્રાર્થનાથી સૌ સંતો ભક્તો સાથે રાજમહેલમાં જમવા જવાને બદલે પોતે એકલા પોતાના ગરીબ ભક્ત રત્નાભાઈ કડીયા ને ઘરે જમવા માટે ગયા, તેમના પત્નીએ ભાવથી તૈયાર કરેલો થાળ પ્રેમથી જમ્યા. તે હરિલીલામૃત કળશ પાંચમા શ્રી વિહારીલાલજી મહારાજે વિશ્રામ ૧૫માં લખ્યું છે કે, ભૂપ દેવાજીએ દીધું માન, આપ્યું ઉતરવા શુભ સ્થાન..! રત્ના કડિયાયે એ સમે આવી,  ઘણા સ્નેહથી વિનંતી સુણાવી...! પ્રભુ રાજ નિવાજ ...

મિતભાષી અને મિતાહારી

Image
 મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને થિલોડાંનું શાક મુખ્યપણે રહેતું. ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ધિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા. તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે “જમવાનું બાકી છે” ત્યારે જમે!!                     નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય. કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રોસાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા. આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે ...

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પુણે: એક અદ્ભુત ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ

Image
 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, પુણે: એક અદ્ભુત ધાર્મિક અને સાંસ્કૃતિક સ્થળ પુણેના અધિકારી સ્થળે એક માત્ર ધાર્મિક સ્થળ છે જેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર વિશે માહિતી માટે આ બ્લોગ વાંચો. 1. સ્થાપના અને વિકાસ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પુણે 2008 માં સ્થાપિત થયો અને તેનું વિકાસ વિગતવાર થયું છે. આ મંદિર એક અદ્વિતીય સ્થાન છે જે ધર્મ, સાંસ્કૃતિ અને સાહિત્યની અમૂર્ત વાતચીત પ્રદાન કરે છે. 2. આર્કિટેક્ચર અને ડિઝાઇન: આ મંદિરનો આર્કિટેક્ચર અને ડિઝાઇન અત્યંત સુંદર અને શ્રેષ્ઠ રીતે માનવ ચિત્રકળાની પ્રશિક્ષણ કરે છે. પ્રતિસાલ, લાખોના અને લાખોના શ્રદ્ધાળુઓએ આ સ્થળનો દર્શન કરવા માટે આવવું છે. 3. પુણેની સૌથી ઊંચા મંદિર: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પુણેનો એક અવશ્યક ગૌરવ છે કે તે પુણેનો સૌથી ઊંચા મંદિર છે. તે મંદિરના શિખરના ઊચ્ચાઈ અને અદ્વિતીય સૌંદર્ય સાથે આ સ્થળનો એક અદ્વિતીય આકર્ષણ છે. 4. પ્રાર્થના સ્થળ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પ્રાર્થના અને ધ્યાન માટે એક અદ્વિતીય સ્થળ છે. યાત્રાર્થીઓ અને શ્રદ્ધાળુઓને યાત્રાના અંગે અનુભવ કરવાનો એક શાંતિપૂર્ણ સ્થળ. ...

-સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન આખ્યાનમાંથી....🙏🏻

Image
 📜 Daily Prasang 📜 ધંધુકા તાલુકાના વાગડ અને મોરસીયા ગામની સીમમાં વીસ વીઘાની વાડી ફરતે ગઢ જેવો વંડો છે, એ વાડીના કૂવાનું પાણી  ભાયાત્માનંદ સ્વામીને માફક આવતું એટલે તેઓ પોતાના જીવનના ત્રીસ વરહ ત્યાં રહ્યા. એ વાડીના પાણીના સેવનથી સ્વામીને દ્વેષીઓએ આપેલા ઝેરની અસર સામે ખૂબજ રાહત રહેતી. આ વખતે સ્વામીની ઉમર ઘણી હતી એટલે મોટાભાગે ત્યાંજ રહીને સૌને સત્સંગનુ બળ પુરુ પાડતા.      વાગડ ગામના ચુડાસમા દરબાર એવા કલ્યાણસીંહ બાપુ સ્વામીના શીષ્ય હતા, તેઓ સ્વામીની ખૂબ ભાવથી સેવા કરતા. એ વિસ્તારના ગામડાઓમાં દરબાર કલ્યાણસીંહ બાપુના ભકિતમય જીવનથી સહુ કોઇ એમને કલાભગતના નામથી જ ઓળખતા. કલાભગતને ખેતીવાડીમાં અઢીસો વીઘા જમીન હતી અને પરિવારમાં ચાર દિકરાઓ હતા. ભાલની જમીનમાં મોટાભાગે પાકની ઉપજ વિશેષ આવે નહી એટલે આટલી બધી જમીન હોવા છતા તેઓ આર્થિક સંકડામણ ખૂબ અનુભવતા. ક્યારેક કયારેક તો એમને ઘરે અનાજપાણી પણ વરહ પુરુ થાય એટલા વધતા નહી. પરંતુ પોતે સ્વામીને મોટા સંત જાણીને મહિમાથી સેવા કરતા અને સંસારની અનેક વિટંબણાઓ વચ્ચે પણ શ્રીહરિને સર્વોપરી ને સર્વકર્તાહર્તા જાણીને આનંદમાં પોતાના પરિવાર સાથે જ...

મિતભાષી અને મિતાહારી પ્રમુખ સ્વામી મહારાજ

Image
 મિતભાષી અને મિતાહારી બાળપણથી જ શાંતિલાલ મિતાહારી પ્રકૃતિના હતા. ઘરના ભોજનમાં મોટે ભાગે ધોળી જુવારના રોટલા થતા. વારે-તહેવારે દિવાળીબા ઘઉં-બાજરીના રોટલા ઘડતા. પ્રસંગોપાત્ત ઢેબરાંનું ખાણું પણ રહેતું. કઠોળ, દાળ-ભાત, કઢી-ખીચડી વગેરે પણ ક્રમાનુસાર થતાં. શાકમાં બટાટા અને થિલોડાંનું શાક મુખ્યપણે રહેતું. ચોમાસામાં ઘરના વાડામાં વેલા ઉપર ધિલોડાં થાય; તેથી ચાર મહિના એ જ શાક ચાલતું. આમ, શાંતિલાલ આવો સાદો અને સાત્ત્વિક આહાર સૂક્ષ્મ પ્રમાણમાં આરોગતા. તેમાંય તેઓ કેટલીક વાર તો જમવાનું પણ ભૂલી જાય અને દિવાળીબા યાદ કરાવે કે “જમવાનું બાકી છે” ત્યારે જમે!! નિશાળે જતાં પૂરી કે ઢેબરાંનો ડબ્બો જો બાંધી આપ્યો હોય તો તે લઈ જાય, નહીં તો એમ ને એમ જાય. કંઈક ખાવા-પીવા બે પૈસા આપ્યા હોય તો તે પણ મોટેભાગે પાછા લઈ આવે. ક્યારેક તેની જલેબી લેતા અને મિત્રો સાથે મિજબાની માણતા. ક્યારેક એ રકમમાંથી પાદરા જઈ પુસ્તકો પણ ખરીદી લાવતા. આમ, ખાવા-પીવામાં બિલકુલ તાલમેલ નહીં. જમવામાં આ ભાવે કે તે ભાવે એવું પણ નહીં. કોઈ વખત દિવાળીબા પૂરણપોળી કરે તો તે જમવાની સહેજ રુચિ જણાવતા. બાકી 'રસ-નિરસ બરોબર સમું' એવી એમની પ્રકૃતિ હતી. પણ...

જયારે શ્રીજીમહારાજે ઝીણાભાઇના આગ્રહે પંચાળામાં સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો,.......

Image
 📜 Daily Prasang 📜          જયારે શ્રીજીમહારાજે ઝીણાભાઇના આગ્રહે પંચાળામાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા શ્રીબ્રહ્માનંદ સ્વામીએ તેથી ગાયું છે કે….       છેલો ઠમકે માંડે પાવ ઠાવકા રે,          વાજે ઘુઘરડીનો ઘેર…        કહી શોભા ન જાય પ્યારા કા’નની રે…       એ વખતે પંચાળાના મકન ઠક્કર (કોટક અટક) આર્થિક વ્યવહારે ખુબ જ ગરીબ સ્થિતિમાં હતા, પરંતુ તેઓ ખુબ સેવાભાવી અને શ્રીહરિને વિશે અતિ હેતવાળા હતા. તેમને પંચાળા ગામમાં નાની એવી કરીયાણાની હાટડી હતી, તે હાટડીથી ઘરનો વહેવાર માંડ માંડ ચાલતો. જયારે મહારાજ કે સંતો-ભક્તો પંચાળા પધારે ત્યારે મકન ઠક્કર ખુબ ભાવથી સંતો માટે કૂવેથી પાણી સીંચી લાવવું, રસોઈ માટે લાકડા લાવવા, વાસણો ઉટકવા, શાકભાજી સમારવા, રસ્તા સાફ કરવા, સભાની બેઠક વગેરે જરુરી વ્યવસ્થા કરવી, દરેક નાની મોટી સેવામાં ...

સન ૧૯૨૧-૩૫ શિશવનો વૈભવ

Image
  સન ૧૯૨૧-૩૫ શિશવનો વૈભવ “સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય; કીડી મળે કુંજર સાથે કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. મૈત્રી કરે બાળક સાથે બાળ, વિશાળ સાથે જન જે વિશાળ; પશૂ પશુ સાથે વિનોદ પામે, માટે મળે છે જઈ એક ઠામે. સ્વજાતિ સાથે સુખ થાય તેવું, વિજાતિ સાથે નવ થાય એવું; પાણી તણો છે જડ જે પ્રવાહ, સ્વજાતિ સાથે જ મળે અથાહ. જો દેવ કોઈ દરશાય સામે, તો ભૂત જાણી જન ભીતિ પામે; મનુષ્યની સાથે મનુષ્ય થાય, ત્યારે મનુષ્યે સુખ તો પમાય.” આ પંક્તિઓમાં પરબ્રહ્મનું નરતનું ધારણ કરવાનું કારણ દર્શાવાયું છે. મનુષ્યને દિવ્યતાનો ઓપ આપવા ભગવાન અને તેઓને અખંડ ધારક સંત દિવ્યભાવ છુપાવીને મનુષ્ય જેવા બની રહે છે. જો કે મનુષ્ય-સ્વરૂપમાં પણ તેઓનાં ઐશ્વર્ય, સામથ્ર્ય, પ્રતાપ લેશેય ઝંખવાતાં નથી. આ અનુભવ તેઓને સાંનિધ્યમાં સતત થયા કરે છે. ચાણસદવાસીઓ પણ આ અનુભવથી અળગા ન રહી શક્યા. 'बालानां रोदनं बलम् ।' भानुं ३६न. ते वातवातभां लेंडडो ताशे. આકળો-ઉતાવળો થઈ જાય. આ અવસ્થામાં સહનશીલતાના નામે શૂન્ય હોય. પરંતુ દિવાળીબાના આ દીકરા બાબતે સૌનો અનુભવ જુદો જ રહેતો. તેની સહનશીલતા વિશે સૌ કહેતા : “એનામાં પહેલેથી સહનશક્તિ બહુ. નાન...

બોચાસનનું BAPS સ્વામીનારાયણ મંદિર: શાંતિ અને ભક્તિનો અદ્ભૂત સ્થળ

Image
બોચાસનનું BAPS સ્વામીનારાયણ મંદિર: શાંતિ અને ભક્તિનો અદ્ભૂત સ્થળ ગુજરાતના અને ભારતના વિવિધ ધાર્મિક સ્થળોમાં એક અને એવું સ્થળ છે જે માનવતાના આદર્શમાં અને શાંતિના સ્થળમાં ઘરાજાય છે - BAPS સ્વામીનારાયણ મંદિર, બોચાસન. આ મંદિર એક અદ્ભૂત શિખર સાથે, શાનદાર એકાદશી માર્ગ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. BAPS (બોચાસન અક્ષરનો અર્થ - બોચાસન પ્રવાસી સંસ્થા) સ્વામીનારાયણ મંદિર, બોચાસન, વિશ્વભરમાં ભક્તિના અને શાંતિના પ્રતિષ્ઠાન તરીકે પછાડવામાં આવી છે. આ મંદિર, સૌને આત્મિક વિકાસ અને સમગ્ર સમાજના ઉત્કૃષ્ટિનો એક સ્થળ તરીકે માનવાય છે. BAPS સ્વામીનારાયણ મંદિર, બોચાસનના વિભિન્ન ભાગોમાં, વિભાગોમાં અને પવિત્ર આંતરગૃહમાં ભગવાન સ્વામીનારાયણનો પૂજન કરવામાં આવે છે. અદ્વિતીય શોભાયાત્રા, પ્રાગટ્ય અને આદિયાત્રાના રંગીન પ્રદર્શનથી આ મંદિર અને તેનો પરિધાન સ્થળ તમામ દર્શકોને મોહક કરે છે. મંદિરના પરિધાનમાં રહેલા મુક્તાનંદ સ્વામી પ્રમુખ પ્રમુખ સાથે એક માત્ર લખાવ છે, "આ મંદિર વિશ્વભરમાં શાંતિ, એકતા, અને ભગવાનની પ્રેમની ભાવનાથી ભરાઈ થઈ છે." BAPS સ્વામીનારાયણ મંદિર, બોચાસનના દર્શન કરવાનો એક વિશેષ મુકાબલો છે. એના સું...

📜 Daily Prasang 📜

 📜 Daily Prasang 📜 અમદાવાદ માં શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીએ ભવ્ય મંદિર બનાવ્યું અને શ્રીહરિએ પોતે પધારીને સંવત ૧૮૭૮ના ફાગણ વદી ત્રીજના દિવસે પોતાના બાજુઓમાં ઉપાડી ઉપાડીને શ્રીનરનારાયણ દેવની દિવ્યમુર્તિઓ પધરાવી. એ દિવસે આખાયે અમદાવાદના બ્રાહ્મણોને ચોરાસી કરીને ઘીના લચપચતા લાડુઓ કરીને જમાડયા. એ દિવસે લાડુઓ ગાયોને તેમજ કૂતરાઓને પણ પ્રસાદ તરીકે ની શ્રીહરિએ પીરસાવ્યા ને વધ્યાએ કાંકરીયા તળાવમાં માછલાઓ જમે તો એનો પણ ઉદ્ધાર થાય એવા આશય થી કાંકરીયા તળાવમાં પણ પધરાવ્યા.  અમદાવાદ મંદિરના મુર્તિપ્રતિષ્ઠા ઉત્સવ વખતે હજારો રુપીયાનું ખરચ થયેલું. જે મંદિરની આવકમાંથી ભરાય એમ હતું નહી એટલે શ્રીહરિએ પોતાના વનવિચરણ વખતે જે અષ્ટસિદ્ધીઓને સેવા કરવાનો વર દીધેલો એના પાસે સેવા કરાવીને રાતોરાત સૌ વાણીયાઓનું દેવુ ચુકતે કરાવેલું. ક્યાંથી એ બધુ નાણું આવ્યું અને કેમ ચુકવાયું એ કોઇને કશીય ખબર ન પડી.  બીજે દિવસે શ્રીહરિએ મંદિરમાં દેવની કાયમી સેવારીતી કેવી રીતે કરવી એમ વિગતે સૌને ભલામણો કરી. ગુરુદેવ રામાનંદ સ્વામીના ગુરુ આત્માનંદ સ્વામીનું પુ્ર્વાશ્રમનું નામ વિશ્વંભર ભ...

🌹કરુણામૃત રસના ભરિયા🌹

Image
 🌹કરુણામૃત રસના ભરિયા🌹 ઈશ્વરચરણ સ્વામી યોગીજી મહારાજ સૌ સંતો-હરિભક્તો સાથે નવસારી પધાર્યા હતા. નવસારીમાં આ પ્રથમ વાર જ સ્વામીશ્રીની પધરામણી હતી. સૌ હરિભક્તોને ભાવ પણ ખૂબ જ હતો. રાત્રે અહીં પહોંચ્યા પછી સ્વામીશ્રીનું તથા સંતોનું સૌ હરિભક્તોએ ભાવભીનું સામૈયું કર્યું. ઉતારે આવી સ્વામીશ્રી નિયમચેષ્ટા કરી પોઢી ગયા. બીજે દિવસે સવારે સ્વામીશ્રી પ્રાતઃપૂજા કરતા હતા. હજુ શરૂઆત જ કરી હતી. અમે સૌ સંતો બાજુમાં બેઠા હતા ને કીર્તનો ગાતા હતા. એટલામાં સ્વામીશ્રીએ પોતાના એક સંત સેવકને પાસે બોલાવ્યા ને ધીરેથી કહે, 'આજે સ્વપ્નમાં મેં ઘઉંનો લોટ જોયો. તો અંદર થોડી જીવાત હતી પછી મેં સાફ કરીને લોટ ઉપર થાળી ફેરવીને...' (લોટ ઉપર થાળી ફેરવવાથી અંદર જે જીવાત રહી ગઈ હોય તે ઉપર આવે છે.) 'તમે લોટ જુઓ છો કે નહિ ❓' સ્વામીશ્રીએ પૂછ્‌યું, 'આપણે ઠાકોરજીનો થાળ કરવાનો એટલે લોટ વગેરે જોઈને જ વાપરવું. સાફ કરી ઉપર થાળી ફેરવવી ને પછી જ રસોઈ કરવી.' સ્વામીશ્રીએ ખૂબ જ હેતથી શિખામણનાં વચનો કહ્યાં. પોતાની સેવામાં રસોઈ કરતા સેવકોને સ્વામીશ્રી હમેશાં પવિત્રતા અને સ્વચ્છતાની ચોકસાઈ રાખવાનું કહેતા. દૂધ, ઘી, ત...