New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

શ્રીહરિ પધાર્યા ગોંડલ

 📜 Daily Prasang 📜


  • શ્રીહરિ એક વખત ગોંડલ પધાર્યા હતા, તે વખતના ગોંડલ રાજ્યના પ્રતાપી રાજા દેવાજીએ ધામધુમથી સામૈયું કર્યું, શ્રીસ્વામિનારાયણ ભગવાન અને સર્વે સંતો ભક્તોને રાજ્યના મહેલમાં ઉતારો આપવાનું નક્કી થયું હતું, તે માટે બધી તૈયારીઓ થઇ ગઈ હતી, રાજ દ્વારા ખુબ ધામધૂમથી શાહી સવારી સાથે શ્રીસ્વામિનારાયણ ભગવાન ગોંડલમાં પધારતા હતા, તે સમયે સવારીમાં વિરાજતા મહારાજને રત્નાભાઈએ પ્રાર્થના  કરી  કે ‘હે પ્રભુ, આપ તો ગરીબનવાઝ છો, માટે આજ મારે ઘરે જમવા પધારો અને મારું ગરીબનું ઘર પાવન  કરો’ શ્રીજીમહારાજે મંદ હાસ્ય કરીને વિનંતી સ્વીકારી ! મહારાજની સાથે હતા એ સૌ સંતો-ભક્તો રાજમહેલમાં ગયા અને મહારાજ રત્ના ભગતની પ્રાર્થનાથી સૌ સંતો ભક્તો સાથે રાજમહેલમાં જમવા જવાને બદલે પોતે એકલા પોતાના ગરીબ ભક્ત રત્નાભાઈ કડીયા ને ઘરે જમવા માટે ગયા, તેમના પત્નીએ ભાવથી તૈયાર કરેલો થાળ પ્રેમથી જમ્યા.


તે હરિલીલામૃત કળશ પાંચમા શ્રી વિહારીલાલજી મહારાજે વિશ્રામ ૧૫માં લખ્યું છે કે,

ભૂપ દેવાજીએ દીધું માન, આપ્યું ઉતરવા શુભ સ્થાન..!

રત્ના કડિયાયે એ સમે આવી,  ઘણા સ્નેહથી વિનંતી સુણાવી...!

પ્રભુ રાજ નિવાજ ગણાઓ, ત્યારે રાય ઉતારે ત્યાં જાઓ..!

નામ રાખો ગરીબ નિવાજ, આવી ઉતરો મુજ ઘેર આજ...!

ભાવ ભાળી આવો અતિ સારો, કર્યો કડિયાને ઘેર ઉતારો...!

જમ્યા જેમ વિદુરની ભાજી, તેમ ત્યાં જ જમી  થયા રાજી...!


  • ગોંડલ રાજ્યના રાજા ધામધૂમથી  રાજ રીતે સામૈયું કરીને પોતાના રાજ મહેલમાં પધરાવવા શ્રીસ્વામિનારાયણ ભગવાનને ભવ્ય રાજસવારી સાથે લઇ જતા હોય, અને રાજ રીત મુજબ રાજમહેલમાં ઉતારાની બધી તૈયારીઓ થઇ ગઈ હોવા છતાયે શ્રીહરિ એ વખતે આ ગરીબ ભક્તની અરજને માન્ય રાખી. 

  • રત્નાભાઈના પત્ની પણ પરમ ભક્ત હતા. એક વખત રત્નાભાઈના પત્ની રસોડામાં બપોર ટાણે મહારાજને સંભારતાં સંભારતાં બાજરાના રોટલા કરતા હતા ત્યારે બાજરાનો એક રોટલો તાવડીમાં સરસ ફૂલ્યો, એ ફૂલેલા રોટલાને જોઈને તેમને આંખમાં મહારાજ પ્રત્યેના સ્નેહના આંસુ આવી ગયા કે આવો ફૂલીને દડા જેવો રોટલો જમવા મહારાજ પધારે તો મારા હાથે માખણ અને આ રોટલો જમાડું ! આમ સંકલ્પ થયો ત્યાં તો તેમની ડેલીની સાંકળ ખખડી અને શ્રીજીમહારાજનો અવાજ સંભળાયો “ એ..... ડેલી ઉઘાડો “ આવો મહારાજનો મધુરો સ્વર સાંભળતા અત્યંત ભાવવિભોર થઈને ડેલી ઉઘાડવા દોડયા, મહારાજે તરત કહ્યું કે બવ ભૂખ લાગી છે. એમ કહીને સામેથી જ જમવા માગ્યું. રત્નાભાઈના પત્નીએ પ્રેમથી ઘડેલો અને ફૂલેલો બાજરાનો રોટલો અને તે રોટલામાં માખણ ભર્યું, સાથે દૂધની તાંસળી ભરીને મહારાજને જમાડયા.  રત્નાભાઇનું ઘર ગોંડલ શ્રીસ્વામિનારાયણ મંદિર સામે જ છે અને શ્રીજીમહારાજે ખખડાવેલ તે ડેલીના કમાડ અને તે સાંકળ એ જ રીતે ભક્તોના દર્શન માટે રાખેલ છે જેના ભક્તોને દિવ્ય દર્શન થાય છે. 

  • રત્નાભાઈએ જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર અને મુળી શ્રીસ્વામિનારાયણ મંદિરના બાંધકામમાં ખૂબ સેવાઓ આપેલ છે, રત્નાભાઇને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સાથે ખુબ જ હેત હતું, જ્યારે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા ત્યારે જૂનાગઢ મંદિરનું બાંધકામ ચાલતું હતું. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને રત્નાભાઇ મંદિરના શિખર ઉપર પથ્થર મુકતા હતા,  સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ મંદિરના શિખર પરથી દૂર થી કાળી સાંઢણી ઉપર ભગુજીને આવતા જોયા ને વિચક્ષણ એવા બ્રહ્માનંદ સ્વામી પામી ગયા કે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા તે ખબર આપવા માટે જ કાળી સાંઢણી લઈને ભગુજી આવે છે, આથી અંતઃકરણમાં ધાસ્કો પડતા બોલ્યા 

  • “રત્ના ! પાણો હેઠો નાખ ! કાળિયાએ કપટ કર્યું લાગે છે ! “ આવી મિત્રતા તેમની સાથે બ્રહ્માનંદ સ્વામી ને પણ હતી.



સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ રત્નાભગતને ભકતચિતામણી ના પ્રકરણ ૧૧૬ ની પાંચમી કડીમા સંભારતા લખ્યુ છે કે...

વિપ્ર જેઠો મીઠો ને ભાઇજી, ભક્ત શેઠ રૂડો રાઘવજી..!
કડીયા રતનો અજો નારાયણ, હરભમ હરિપરાયણ..!!


Comments

Popular posts from this blog

હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કાર | How to Perform Namkaran Sanskar in Hinduism (Gujarati Guide)

Maruti Victorious: Power, Performance, and Reliability

BAPS Surat Akshardham: A Divine Marvel of Spiritual Grandeur