New GST Structure (Effective 22 September 2025)

Image
  New GST Structure (Effective 22 September 2025 ) 1. Simplified Tax Slabs The GST Council has consolidated the existing four tax slabs into two primary slabs — 5% and 18% —making the system more streamlined. The Economic Times Reuters The Times of India A special 40% slab has been introduced for luxury and "sin goods" (e.g., high-end vehicles, tobacco, casinos, lotteries). Reuters +1 The Times of India India Today Jagranjosh.com Press Information Bureau 2. Items Now at 5% GST Many everyday essentials and services are now taxed at this lower rate: Daily essentials : soaps, shampoos, toothpaste, hair oil, packaged foods, ghee, cheese, paneer, UHT milk, ice cream, rotis, namkeen. Reuters Indiatimes Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh.com Hindustan Times Dairy products : Most—such as paneer, butter, cheese, UHT milk—see GST reduced to 5% (some exempt to 0%). Upstox - Online Stock and Share Trading The Times of India Jagranjosh...

-સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન આખ્યાનમાંથી....🙏🏻

 📜 Daily Prasang 📜


  • ધંધુકા તાલુકાના વાગડ અને મોરસીયા ગામની સીમમાં વીસ વીઘાની વાડી ફરતે ગઢ જેવો વંડો છે, એ વાડીના કૂવાનું પાણી  ભાયાત્માનંદ સ્વામીને માફક આવતું એટલે તેઓ પોતાના જીવનના ત્રીસ વરહ ત્યાં રહ્યા. એ વાડીના પાણીના સેવનથી સ્વામીને દ્વેષીઓએ આપેલા ઝેરની અસર સામે ખૂબજ રાહત રહેતી. આ વખતે સ્વામીની ઉમર ઘણી હતી એટલે મોટાભાગે ત્યાંજ રહીને સૌને સત્સંગનુ બળ પુરુ પાડતા.


  •      વાગડ ગામના ચુડાસમા દરબાર એવા કલ્યાણસીંહ બાપુ સ્વામીના શીષ્ય હતા, તેઓ સ્વામીની ખૂબ ભાવથી સેવા કરતા. એ વિસ્તારના ગામડાઓમાં દરબાર કલ્યાણસીંહ બાપુના ભકિતમય જીવનથી સહુ કોઇ એમને કલાભગતના નામથી જ ઓળખતા. કલાભગતને ખેતીવાડીમાં અઢીસો વીઘા જમીન હતી અને પરિવારમાં ચાર દિકરાઓ હતા. ભાલની જમીનમાં મોટાભાગે પાકની ઉપજ વિશેષ આવે નહી એટલે આટલી બધી જમીન હોવા છતા તેઓ આર્થિક સંકડામણ ખૂબ અનુભવતા. ક્યારેક કયારેક તો એમને ઘરે અનાજપાણી પણ વરહ પુરુ થાય એટલા વધતા નહી. પરંતુ પોતે સ્વામીને મોટા સંત જાણીને મહિમાથી સેવા કરતા અને સંસારની અનેક વિટંબણાઓ વચ્ચે પણ શ્રીહરિને સર્વોપરી ને સર્વકર્તાહર્તા જાણીને આનંદમાં પોતાના પરિવાર સાથે જીવન વ્યતિત કરતા હતા.

  •       એકદિવસે તેઓ વાડીએ સદગુરુ ભાયાત્માનંદ સ્વામીની ચરણચંપી કરતા હતા, એ વખતે એમના જ વાગડ ગામના કોઇ કુટુંબીજને આવીને એમને છણકો કરતા કહ્યુ કે "કલાભગત, તમે આમનમ સ્વામીના પગ પકડીને બેઠા રયો છો ને ઘરે દાણાપાણીના ફાંકા છે, આહીથી ઉઠોને છોકરાવના શીરામણની કાંક ચિંતા કરો..!" એ વાતને ભાયાત્માનંદ સ્વામી સાંભળી, સ્વામીને મનમાં વિચાર થયો જે કલાભગતની આવી ગરીબ પરીસ્થિતી છતા આહી આવીને દરરોજ મારા દેહની સેવા કરે છે, કયારેય પોતાની સાંસારીક પરિસ્થીતી કોઇને જણાવવા પણ દીધી નથી. 

  •       સ્વામીએ કલાભગતને એકબાજુ બોલાવીને એકાંતમાં એમના ઘર-સંસારના વ્યવહારની તમામ માહિતી પુછી ત્યારે પ્રથમ તો બોલ્યા નહી પણ સ્વામીએ આગ્રહ કરતા તેઓ કોચવાતે હૃદયે સર્વે વિગત કહી. સ્વામી આંખ્ય બંધ કરીને શ્રીહરિને સંભારીને બેઉ હાથ દરબાર ઉપર મેલ્યા અને આશીર્વાદ દેતા થકા બોલ્યા કે કલા.., આજ હું પ્રભુને પાર્થના કરું છું કે જા શ્રીહરિ તને અતિ સુખીયો કરશે, તારી પરંપરામા પણ જે સત્સંગ રાખશે એના અન્ન, ધન અને આબરુંની રક્ષા મારો ત્રણ છોગલા વાળો મહારાજ કરશે, તેને કોઇ વાતની ખામી નય રહે..!" આમ એ સમયે ભાયાત્માનંદ સ્વામીએ અતિ રાજી થઇને કલાભગતને આશીર્વાદ દીધા. 
  •      બસ, મોટા સંતની એ કૃપા થતા કલાભગતનો પરિવાર અતિ સુખીયો થયો અને અઢીસો વિઘા જમીનમાં અઢળક ઉપજો આવવા લાગી.

  •       સંતકૃપાએ એમના પરિવાર ને વંશવેલામાં અદ્યાપિ સત્સંગનો વારસો છે, આજે પણ વાગડ ગામના અડધા દરબાર પરિવારો  કલાભગતના વંશજો છે જે સહુ સત્સંગીઓ છે અને ભાયાત્માનંદ સ્વામીના આશીર્વાદે સહુ સુખી છે. 

  •        ગઢપુર પ્રથમના ૫૮માં વચનામૃતમાં શ્રીહરિએ કહ્યુ છે કે "અતિશય જે મોટા પુરુષ હોય તેનો જેના ઉપર રાજીપો થાય તેના ગમે એવા મલિન સંસ્કાર હોય તો નાશ પામે અને મોટા પુરુષનો રાજીપો થાય તો રાંક હોય તે રાજા થાય, અને ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય તો રૂંડા થાય અને તેના માથે વિઘ્ન આવનારું હોય તે નાશ થઇ જાય."


  • - સદગુરુ ભાયાત્માનંદ સ્વામીના જીવન આખ્યાનમાંથી....🙏🏻


Comments

Popular posts from this blog

હિંદુ ધર્મમાં નામકરણ સંસ્કાર | How to Perform Namkaran Sanskar in Hinduism (Gujarati Guide)

Maruti Victorious: Power, Performance, and Reliability

BAPS Surat Akshardham: A Divine Marvel of Spiritual Grandeur