New GST Structure (Effective 22 September 2025)
Experience the transcendental journey of MaharajSwamiVibes – where spiritual wisdom meets vibrant vibes. Discover a harmonious blend of ancient teachings and modern inspirations, guiding you towards balance, peace, and higher consciousness. Dive into a world of serenity and positive energy with MaharajSwamiVibes. Elevate your spirit today!"
⛎#યોગીજી_મહારાજની_બોધકથા - ૧૬૭
🔴#દેવીનો_દીધેલ_દીકરો
વડાદરા બ્રાહ્મણો એક ગામમાં આવ્યા. એક ઘેર ગયા. ઘર-ધણી પટેલ પાકા સત્સંગી હતા પણ બહાર ગયા હતા. ઘેર બાઈ એકલાં હતાં. તેમને દીકરો નહિ. બ્રાહ્મણોએ માતાની માનતા આપી. પછી તો તેમને દીકરો થયો. બ્રાહ્મણો તેમને ઘેર આવ્યા. તે વખતે પટેલ ઘેર હતા. તેમણે બ્રાહ્મણોને જોઈ ઘરવાળાને પૂછ્યું : “આ બ્રાહ્મણો કેમ આવ્યા છે?”
તેમણે કહ્યું : “તેમણે માતાની માનતા આપેલી તેથી આ દીકરો થયો છે એટલે તેઓ દક્ષિણા લેવા આવ્યા છે.” પટેલ તો ખરેખરા સત્સંગી. તેણે બ્રાહ્મણોને કહ્યું : “તારી માતાનો દીકરો મારે ન જોઈએ, પાછી લઈ જા.” એમ કહી દીકરાને બ્રાહ્મણના ખોળામાં મૂકી દીધો. બ્રાહ્મણો તો ગભરાઈને દીકરાને મૂકી ભાગી જ ગયા.
મહારાજ સિવાય કોઈનો ભાર ન રહે તે સાચી ઉપાસના. કૃપાનંદ સ્વામી જ્યાં ફર્યા ત્યાં દોરો, ડાકલું કે ધાગો ન મળે.
Comments
Post a Comment